બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ મેચમાં ભલે વિરાટ કોહલીનો દેખાવ એટલો સારો ન રહ્યો, પરંતુ તેણે બંને ઇનિંગમાં કુલ 23 રન બનાવીને પણ ઈતિહાસ રચ્યો હતો. હકીકતમાં, બીજી ઇનિંગમાં કોહલીએ 17 રન બનાવ્યા, જેના કારણે તેણે ડોમેસ્ટિક મેદાન પર 12 હજાર રન પૂરા કર્યાં. સચિન તેંડુલકર પછી આ સ્થાન હાંસલ કરનાર વિરાટ ભારતમાંથી બીજો બેટર બની ચુક્યો છે. તેણે પોતાની 219 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પહેલી ટેસ્ટમાં કોહલી ભલે મોટી ઇનિંગ ન રમી શક્યો, પરંતુ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેની નજર ન ફક્ત મોટા સ્કોર પર પરંતુ, મોટા રેકોર્ડ પણ હશે. હકીકતમાં, વિરાટ કોહલીની પાસે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મોટી સફળતા હાંસલ કરવાની તક છે. જો તે બીજી ટેસ્ટમાં 129 રન બનાવવામાં સફળ થશે, તો ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી દેશે. આવું કરનાર તે ચોથો ભારતીય ક્રિકેટર હશે. આ પહેલાં ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ આ આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યાં છે.