Satya Tv News

સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. આ નવા જિલ્લાઓમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદનો સમાવેશ થઈ શકે છે.ગુજરાતમાં હાલ કુલ 252 તાલુકા આવેલાં છે. જ્યારે ગુજરાતમાં હાલ કુલ 18000 ગામડાંઓ આવેલાં છે. હાલ ગુજરાતમાં કુલ 15 મહાનગર પાલિકાઓ આવેલી છે. અગાઉની 8 મનપામાં અન્ય 7 નવી મનપા ઉમેરાતા આ આંકડો પંદરે પહોંચ્યો છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે.

error: