Satya Tv News

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ અમદાવાદની સ્કૂલો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાઈ રજા, ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લીમાં હવામાન વિભાગ દ્વારા છૂટો છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ગીર સોમનાથ, તાપી,સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી તેમજ દ્વારાકરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

error: