Satya Tv News

134 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાંમાં નોંધાયો છે.. વડોદરામા 4 ઇંચ અને વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પોણાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.તાલાળા, ગીર ગઢડા, પાદરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડેડિયાપાડ, મેંદરડા, ઉનામાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે..ભિલોડામાં 2 ઇંચ તો ભેસાણમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી જશે. જો કે હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે. રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. . આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન એટલું જ રહે તેવું અનુમાન છે.

error: