Satya Tv News

જુનિયર એનટીઆરે 6 વર્ષ બાદ સ્ક્રીન પર કમબેક કર્યું છે એવામાં ફેંસ ‘દેવરા પાર્ટ 1’ને લઈને ખૂબ જ એક્સાઈટેડ હતા. ફિલ્મે બમ્પર ઓપનિંગ કરી બીજા જ જિવસે ફિલ્મની કમાણીમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. જાણો ફિલ્મે ત્રીજા દિવસે કેટલી કમાણી કરી.ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 82.5 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે દેવરા પાર્ટ-1એ 38.2 કરોડની કમાણી કરી. ત્યાં જ હવે ફિલ્મની રિલીઝના ત્રીજા દિવસે એટલે કે સંડેએ 40.3 કરોડનું કલેક્શન કર્યું છે. તેમાં ફિલ્મે તેલુગુમાં 27.65 કરોડ, હિંદીમાં 11 કરોડ, કન્નડમાં 35 લાખ, તમિલમાં 1.05 કરોડ અને મલયાલમમાં 25 લાખનું કલેક્શન કર્યું છે. તેની સાથે જ ‘દેવરા પાર્ટ 1’ની ત્રણ દિવસની કુલ કમાણી હવે 161 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

error: