Satya Tv News

આ ઘટના છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોરા ગામે બન્યો છે. માલખરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગ લોકોએ આખી બેંક ખોલી દીધી હતી. બેંકને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની શાખા બતાવી હતી. જેના વિશે ખુદ સ્ટેટ બેંકના અધિકારીઓ પણ જાણતા નથી. આ અંગેની માહિતી બેંકના અધિકારીઓને મળતા તેઓએ માલખરોડા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આ માહિતીના આધારે માલખરોડા પોલીસે તપાસ કરી તો ખુદ પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બેંકના અધિકારીઓની ફરિયાદ મળ્યા બાદ જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાંચ કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા, જ્યારે બેંક મેનેજર ત્યાં ન હતા. જ્યારે કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે તેમની નિમણૂક પત્ર અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી અને નકલી બ્રાન્ચ મેનેજર હાલ ફરાર છે. પોલીસે બ્રાન્ચને સીલ કરી ફરાર આરોપી મેનેજરની શોધખોળ શરૂ કરી છે.

error: