Satya Tv News

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સોનું 56 રૂપિયા ગગડીને 75,584 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે શુક્રવારે 75,640 પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 51 રૂપિયા તૂટીને 69,235 રૂપિયાના સ્તરે જોવા મળ્યું જે શુક્રવારે 69,286 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ આજે તૂટી છે અને ભાવ 1,113 રૂપિયા ગગડીને 90,335 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ જે શુક્રવારે 91,448 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું આજે સવારે 584 રૂપિયાની તેજી સાથે 75,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. શુક્રવારે સોનું 74,858 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 387 રૂપિયાના ઉછાળા સાથે 91,785 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી. જે શુક્રવારે 91,398 ના લેવલ પર ક્લોઝ થઈ હતી.

error: