સુરેન્દ્રનગરના હરિપર ગામની સીમમાં રૂંવાડા ઉભા કરી દે તેવો કિસ્સો બન્યો છે. કોઈએ નવજાત બાળકીને જીવતી જ દાટીને તેની પર પથ્થર મૂકી દીધા હતા. જોકે, સ્થાનિક લોકોને આ બાળકીનો રડવાનો અવાજ આવતા તેમણે ત્યાં જઈને તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી. જે બાદ સ્થાનિકોએ બાળકીને ઘણી સલામતીથી બહાર કાઢી હતી. હાલ દાટેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગે હરિપરના રહેવાસીના જણાવ્યા પ્રમાણે, ‘‘મને બે માલધારીએ ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. જંગલમાં બાળક જેવું કાંઈ રડે છે તમે ફટાફટ આવો.’’ જેથી અમે ત્યાં ફટાફટ ગયા અને પોલીસને જાણ કરી. અમે ત્યાં જઈને જોયું તો બાળકીને માટીમાં દાટેલી હતી અને ઉપર પથ્થર મૂક્યા હતા. જે બાદ એ બાળકીને ધીરેથી બહાર કાઢી અને 108ને બોલાવી. જે બાદ હાલ તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી છે. તેની હાલત તો સ્વસ્થ દેખાઈ રહી છે પરંતુ અન્ય દવાખાનામાં રિફર કરવાની વાત ચાલે છે.