આ ઘટના આજે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. કહેવાય છે કે ગોવિંદા ICUમાં દાખલ છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર, ગોવિંદાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી આકસ્મિક રીતે ગોળી નીકળી હતી, જે તેના પગમાં વાગી હતી. ગોવિંદા તેની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે મિસફાયર થઈ ગયું હતું. ગોળી તેના ઘૂંટણની નજીક વાગી હતી અને તે હાલમાં મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.