Satya Tv News

નતાશા અને હાર્દિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને જુલાઈ 2024 માં, બંનેએ લગ્નના ચાર વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી હતી. એ બાદ હાલમાં નતાશાના ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થયા હતા. જે બાદ લોકોએ એવી અટકળો લગાવવાનું શરૂ કર્યું કે હાર્દિકથી અલગ થયા બાદ નતાશા કોઈને ડેટ કરી રહી છે.આ તરફ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તેનાથી અલગ થયા બાદ પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક વેકેશનના ઘણા ફોટા અને વીડિયોથી સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

નતાશા ગોવામાં વેકેશન પર હતી અને ત્યાંનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આમાં તે એલેક્ઝાન્ડર ઇલિક સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વિડીયો વાયરલ થયા બાદ પર ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને કેટલાક લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે એલેક્ઝાન્ડર અને નતાશા વચ્ચે શું સંબંધ છે.? નતાશાનું નામ તેના બેસ્ટ ફ્રેન્ડ એલેક્ઝાન્ડર ઈલિક સાથે ભૂતકાળમાં જોડવામાં આવ્યું હતું, જ્યારે હાર્દિક અને નતાશાના છૂટાછેડા થયા ન હતા. એવામાં હવે નતાશાના મિત્ર એલેક્ઝાન્ડરે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને નતાશા પૂલમાં સાથે મસ્તી કરતા જોવા મળે છે.

error: