Satya Tv News

1 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય બેંક RBIએ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂ. 2000ની નોટોના વળતરનો ડેટા શેર કરતા કહ્યું કે, આ મૂલ્યની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, લોકો પાસે હજુ પણ 7,117 કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. આ નોટોને ચલણમાંથી બહાર કાઢ્યા પછી શરૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે.1 જુલાઈ, 2024ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરાયેલા આંકડા અનુસાર 7581 કરોડ રૂપિયાની 2000ની નોટો બજારમાં બાકી રહી ગઈ છે જ્યારે 1 સપ્ટેમ્બર સુધી પણ આ આંકડો 7000 કરોડથી ઓછો નથી. આ બે મહિનામાં માત્ર 320 કરોડ રૂપિયાની નોટો જ પરત આવી શકી છે. હવે ઑક્ટોબરના ડેટાને જોતાં નોટો ઉપાડવાની ધીમી ગતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. જ્યારે ગયા વર્ષે મે 2023માં જ્યારે આ નોટો બંધ કરવામાં આવી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો હાજર હતી અને 29 ડિસેમ્બર 2023 સુધીમાં આ આંકડો ઘટીને 9,330 કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

RBIએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની રૂ. 2000ની નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેંકે સ્થાનિક બેંકો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી.

error: