મોહમ્મદ અઝહરૂદ્દીનની મુશ્કેલી વધી ગઇ છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા એક મની લૉન્ડ્રિંગ કેસમાં EDએ સમન્સ મોકલ્યું છે. અઝહરૂદ્દીન પર 20 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. અઝહરૂદ્દીને ED સામે હાજર થવું પડશે. મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ તેલંગાણામાં 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં HCAના પૂર્વ પદાધિકારીઓ ગદ્દામ વિનોદ, શિવલાલ યાદવ અને અરશદ અયુબના ઘરનો પણ સમાવેશ થાય છે. આ દરોડામાં EDના હાથમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે.