Satya Tv News

શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયાવિક્રમા પર આઈસીસીએ એન્ટી કરપ્શન કોડનું ઉલ્લંધન કરવાને કારણે 6 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન તેને 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. ખેલાડીએ આ વાત સ્વીકારી પણ છે.આ આરોપો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને લંકા પ્રીમિયર લીગ સાથે સંબંધિત છે. જયાવિક્રમા હવે 6 મહિના ક્રિકેટના મેદાનથી દુર રહેશે. કલમ 2.4.7 ACU દ્વારા હાથ ધરવામાં આવતી કોઈપણ તપાસમાં અવરોધ અથવા વિલંબ કરવો સામેલ છે. કોઈપણ દસ્તાવેજ કે અન્ય માહિતીને છુપાવવા, ચેડાં કરવા અથવા નાશ કરવા સહિત સામેલ છે.આ 25 વર્ષીય સ્પિનર જયવિક્રમાએ 2021માં આંતરરાષ્ટ્રીય મેચની સાથે-સાથે લંકા પ્રીમિયર લીગની મેચ ફિક્સ કરવાની ઓફરની જાણ ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમને કરી ન હતી.જયાવિક્રમાએ છેલ્લી વખત વર્ષ 2022માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તેમણે પાંચ ટેસ્ટ, પાંચ વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 15 મેચમાં તેમણે કુલ 32 વિકેટ લીધી છે.

Created with Snap
error: