ક્રાઈમ સિરિયલો જેવી કે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિરિયલની બાળમાનસ પર અવળી અસર થઈ રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને બે સંતાન હતા. જેમાં એક 16 વર્ષીય દિકરો હતો અને 14 વર્ષીય દિકરી હતી. ત્યારે 16 વર્ષીય સગીર ભાઈએ ઘરમાં બહેનની એકલતાનો લાભ પ્રથમ તો તેની સાથે અડપલા શરૂ કર્યા હતા. જે બાદ તેની પર ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. જેથી સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે સગીરાની માતાએ તેના પુત્ર વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સગીરાનાં માતા પિતા દ્વારા સગીરાની પૂછપરછ કરતા સગા ભાઈ દ્વારા જ આ કૃત્ય કર્યું હોવાનું સગીરાએ જણાવ્યું હતું. તેમજ ત્યારે બાદ સગીરા દ્વારા સમગ્ર આપવીતી જણાવી હતી. તેમજ સગીર યુવક દ્વારા આ બાબત કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.