Skip to main content

Satya Tv News

ટીવીના ફેમસ રિયાલિટી શૉ બિગ બોસ 18ની શરૂઆત થવામાં હવે બસ બે જ દિવસનો સમય બાકી છે. એવામાં મહત્વનું છે કે શૉ માટે દર્શકોને એક્સાઈટમેન્ટ લેવલ વધી ગયું છે. સાથે જ શૉમાં આવનાર કન્ટેસ્ટન્ટને લઈને પણ જબરદસ્ત બઝ ક્રિએટ થયેલો છે.એવામાં શૉમાંથી બે લોકોના નામ સામે આવ્યા છે. જી હાં, શૉ માટે લેટેસ્ટ પ્રોમોમાં શૉમાં આનાર બે કન્ટેસ્ટન્ટના નામ કન્ફર્મ થઈ ગયા છે.

હાલમાં જ બિગ બોસ 18માંથી બે પ્રોમો વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. પહેલા કન્ટેસ્ટન્ટ પ્રોમો વીડિયોમાં 90ની ક્વીન કહેવાતી શિલ્પા શિરોડકર જોવા મળી રહી છે. આ પ્રોમોમાં તે કહે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ મોટા હીરોઝની સાથે કામ કર્યું છે. જેમાં શાહરૂખ ખાન, ગોવિંદા, અમિતાભ બચ્ચન જેવા મોટા નામ શામેલ છે. તેમનું એક જ સપનું છે કે સલમાન ખાન સાથે કામ કરવું અને હવે તે પુરૂ થઈ રહ્યું છે.

બીજો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શહઝાદા ધામી જોવા મળી રહ્યા છે. આ હિસાબથી શિલ્પા શિરોડકર શૉની પહેલી કંફર્મ કન્ટેસ્ટન્ટ અને શહઝાદા ધામી શૉના બીજા કન્ફર્મ કન્ટેસ્ટન્ટ બની ગયા છે.

error: