Satya Tv News

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી. યુવાધનને અન્ય બદીઓમાં ના આવે તે પણ જોવાની જવાબદારી સૌની છે. તો જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા કહ્યું કે, 5 વાગ્યા સુધી ગરબા રમવાની જાહેરાત બાદ કેટલાક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે. ગુજરાતની જનતા અહીંયા નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે?

ગરબાની છૂટછાટને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં પ્રભાતિયા સુધી યુવતીઓ ગરબા રમતી હતી. યુવતી ગરબા રમી સાયકલ પર એકલી ઘરે જતી હતી. ભાજપના રાજમાં ગુંડાઓ વધ્યાં, ભાજપે ગુંડાઓને આશ્રય આપ્યો છે. ગુંડાઓનું ભાજપ સાથે કનેક્શન છે. સદસ્યતા અભિયાનમાં કાર્યકર્તા બનાવવા ભાજપે ગુંડાઓને જવાબદારી આપી.

error: