હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે. આ તરફ ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે. આ સાથે આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે. રાજ્યના અમુક જિલ્લાઓમા સુકુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કરછ માટે આગામી સાત દિવસ સુકા રહેવાના છે. આ વિસ્તારોમા વરસાદની આગાહી નહીવત્ છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના નથી પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે.
પાંચ ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો પડશે, તેમજ વડોદરાના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં 7 થી 12 ઓક્ટોબર સુધીમાં હવામાનમાં મોટો પલટો આવી રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યુ મુજબ હાલમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કોઇ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ પડી શકવાની સંભાવના રહેલી નથી. જેને લઇ નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને આરામથી રમી શકશે.