Satya Tv News

લેબેનોનમાં તબાહી અને ઈરાન સાથે ઘર્ષણ કર્યા બાદ ઈઝરાયેલ પર મોટી મુસીબત આવવાની સંભાવના જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ યુદ્ધની આશંકાના પગલે દોહામાં આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક ઈરાનને આશ્વાસન આપવા માટે યોજાઈ હતી, જેમાં આરબ દેશોએ તેહરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં તટસ્થ રહેવાનો નિર્ણય લીધો છે. આરબ દેશોએ આશંકા હતી કે, આ ક્ષેત્રમાં સંઘર્ષ વધવાથી તેમની ઓઈલ સુવિધાઓ જોખમમાં આવી શકે છે. આરબ દેશોનો આ નિર્ણય ઈઝરાયલ માટે એક ઝટકા તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલા એપ્રિલમાં ઈરાને હુમલો કર્યા બાદ આરબ દેશોએ ઈઝરાયેલનું સમર્થન કર્યું હતું.

ઈરાન: તહેરાને કહ્યું છે કે, અમારા તરફથી વળતો જવાબ આપી દેવાયો છે. જોકે ઇઝરાયેલ કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો તેને ફરીથી નિશાન બનાવવામાં આવશે. ઈરાને ગલ્ફ ઓઈલ ક્ષેત્રો પર હુમલો કરવાની ધમકી આપી નથી, પરંતુ તેણે ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલને સીધુ સમર્થન અપાશે તો આ ક્ષેત્રમાં નિશાન બનાવાશે. બીજીતરફ ઇઝરાયેલે ઈરાનના હુમલાનો જોરદાર જવાબ આપવાની તૈયારીમાં હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકી મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ જવાબી કાર્યવાહીમાં ઈરાનની અંદર તેલ ઉત્પાદન ક્ષેત્રોને નિશાન બનાવી શકે છે.

error: