ગાંધીનગરમાં સરગાસણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક લગાવીને સ્વાગત કરતા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બજરંગદળના કાર્યકર્તાઓને માર માર્યો હતો.આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે.