મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. શિંદે સરકારના આ નિર્ણયનો અમલ આજે 14મી ઓક્ટોબરની મધ્ય રાત્રે 12 વાગ્યાથી થશે.આ 5 ટોલ પોઈન્ટના નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો, મુલુંડ, વાશી, દહિસર, આનંદ નગર અને ઐરોલી… આ 5 ટોલ પ્લાઝા છે જેને ફોર-વ્હીલર માટે ફ્રી કરવામાં આવ્યા છે. આ ટોલ દ્વારા, દરરોજ મોટી માત્રામાં વાહનો મુંબઈમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. આવી સ્થિતિમાં, માત્ર મુંબઈના લોકો જ નહીં પરંતુ અન્ય રાજ્ય અને બહારના શહેરોમાંથી મુંબઈ આવતા લોકોને પણ ટોલટેક્સ ફ્રી જાહેરાતનો લાભ મળશે.આજે રાત્રે 12 વાગ્યા પછી મુંબઈમાં આવતી કાર અને ટેક્સીઓને ટોલ ટેક્સમાંથી રાહત મળી શકશે.