હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત અને મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.