Satya Tv News

BSNL તેના તમામ કેટેગરીના ગ્રાહકોને શાનદાર ઑફર્સ આપે છે. કંપની પાસે પહેલાથી જ પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સ માટે બહુવિધ પ્લાન હતા, પરંતુ હવે BSNL બ્રોડબેન્ડ યુઝર્સ માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. BSNL ફાઈબર અલ્ટ્રા OTT નવો પ્લાન છે. સરકારી ટેલિકોમ કંપનીનો આ સૌથી મોટો બ્રોડબેન્ડ પ્લાન છે. સૂચિમાં સૌથી મોંઘો પ્લાન હોવાને કારણે તે શ્રેષ્ઠ ઑફર્સ પણ આપે છે. આ બ્રોડબેન્ડની માસિક કિંમત 1799 રૂપિયા છે. આમાં તમને એટલી ફાસ્ટ ડેટા સ્પીડ મળે છે કે તમે ભારે કામ પણ કોઈપણ લેગ વગર પૂર્ણ કરી શકો છો.

આ પ્લાનમાં યુઝર્સને 300Mbpsની ઝડપી સ્પીડ પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાન તે લોકો માટે ખૂબ જ શ્રેષ્ઠ છે જેમને અમર્યાદિત ડેટા જોઈએ છે કારણ કે BSNL યુઝર્સને દર મહિને કુલ 6500GB ઈન્ટરનેટ ડેટા પ્રદાન કરે છે. પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે જો તમારો 6500GB ડેટા ખતમ થઈ જાય તો પણ તમે 20Mbpsની સ્પીડથી ડેટાનો ઉપયોગ કરી શકશો.આ પ્લાનમાં માત્ર તેના યુઝર્સને પૂરતો ડેટા જ નથી આપી રહ્યું પરંતુ તે ફ્રી OTT એપનું સબસ્ક્રિપ્શન પણ ઓફર કરી રહ્યું છે. BSNL તેના વપરાશકર્તાઓને Disney + Hotstar, YuppTV પેક (SonyLIV, ZEE5), Lionsgate Play, ShemarooMe અને EpicONનું મફત સબ્સ્ક્રિપ્શન ઑફર કરી રહ્યું છે. આ સાથે યુઝર્સને અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. કંપની ગ્રાહકોને કોલ કરવા માટે ફ્રી લેન્ડલાઈન કનેક્શન પણ આપી રહી છે.

error: