Satya Tv News

મુખ્યમંત્રીએ ટેક્સટાઈલ પોલિસી 2024ને લઇ જણાવ્યું હતું કે નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. 30 હજાર કરોડ રોકાણ આવવાની સંભાવના છે. કપાસ ઉત્પાદક ખેડૂતો અને યુવાનોમાં રોજગારી પૂરી પાડશે. નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બની રહ્યું છે.ગુજરાતમાં દસ મહિના બાદ આજે 15 ઓક્ટોબરના રોજ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલી વખત આ પોલિસીમાં 25 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં પાંચથી છ ટકા હતી જેને ઘટાડી બે ટકા કરાઇ છે. જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો જોગવાઈ કરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

આ પોલિસીમાં 6 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી વાર્ષિક 20 કરોડની કેપ સાથે નવા રોકાણ પર ઉદ્યોગકારોને 2થી 3 રૂપિયા પાવર સબસિડી, પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુનું એક્સાપન્શન કરવા પર જ સબસિડી આપવામા આવતી હતી. ઉપરાંત એનર્જી વોટર ઓડિટમાં 50 ટકા લેખે વધુમાં વધુ 1 લાખ સુધીની સબસિડી અને નાની મશીનરીઓની ખરીદી પર 20 ટકા લેખે વધુમાં વધુ 30 લાખ સુધીની સબસિડી આપવામાં આવી હતી.વિકાસ સપ્તાહ ઉજવણીના અંતિમ દિવસ એટલે કે આજે તા. 15 ઓક્ટોબર, 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચની સાથે સાથે વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

error: