Satya Tv News

અનુપમા સિરિયલમાં 15 વર્ષનો લીપ આવવા જઈ રહી છે. 15 વર્ષના લીપ બાદ શોની સ્ટોરી પણ બદલાઈ ગઈ છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે સ્મૃતિ ઈરાની શોમાં એન્ટ્રી કરી શકે છે. જો આમ થશે તો 15 વર્ષ પછી સ્મૃતિ ઈરાની કોઈ સિરિયલમાં જોવા મળશે. સ્મૃતિ ઈરાનીએ ટીવી સિરિયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં તુલસીની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ શો ઘણા વર્ષો સુધી ચાલ્યો પરંતુ તે વર્ષ 2010 માં સમાપ્ત થઈ ગયો. જો કે આ સીરિયલ પછી સ્મૃતિ ઈરાનીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, પરંતુ રાજકારણમાં આવ્યા બાદ તેમણે પોતાની જાતને એક્ટિંગની દુનિયાથી દૂર કરી લીધી હતી. હવે સ્મૃતિ ઈરાની ફરી એકવાર ટીવી પર પાછા ફરવાની તૈયારી કરી રહી છે.

તાજેતરમાં જ અનુપમામાં નવા ચહેરાઓની એન્ટ્રી થઈ છે. રૂપાલી ગાંગુલી ઉપરાંત અલીશા પરવીન અને શિવમ ખજુરિયા પણ લીપ બાદ જોવા મળી રહ્યા છે. સાથે જ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સ્મૃતિ ઈરાની આ સિરિયલમાં ખાસ કેમિયો રોલ કરવા જઈ રહી છે. જેમાં ટેલિવિઝનની બે દિગ્ગજ અભિનેત્રીઓ સાથે જોવા મળી શકે છે. પરંતુ જો આવું થશે તો તેમને 15 વર્ષ પછી સ્ક્રીન પર જોવા એ ફેન્સ માટે કોઈ સરપ્રાઈઝથી ઓછું નહીં હોય. જોકે, સ્મૃતિ કે મેકર્સે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તેમજ તેમના પાત્ર અંગે પણ કોઈ માહિતી બહાર આવી નથી.

error: