Satya Tv News

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રેપનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચાર માસ અગાઉ ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી સંકુલમાં જ કોલેજિયન યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા ટાઢાણી અને જિલ્લા પંચાયત સભ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા સામે પીડિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવામાં આવી હતી.

આ ઘટનામાં છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય આરોપી પરેશ રાદડિયા પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો. જે બાદ પોલીસે 15 દિવસ અગાઉ જ આટકોટ કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી પરેશ રાદડિયાની ધરપકડ કરી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં દુષ્કર્મના આરોપી પરેશ રાદડિયાને 15 દિવસમાં ટ્રાયલ કોર્ટ જામીન આપી દીધી હતી. જેને લઇ પીડિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ ઘટનામાં ટ્રાયલ કોર્ટ દ્વારા પીડિતાને સાંભળ્યા વિના જામીન આપી દેવામાં આવ્યું હોવાની વાત પણ ચર્ચાઇ હતી.પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી પીડિતા સુરત રહેવા જતી રહી હતી પણ મધુ ટાઢાણી ત્યાં પાછળ ગયેલ અને મારઝૂડ કરીને તેને બળજબરીથી ગાડીમાં પાછી લઈ આવ્યો હતો.

error: