Satya Tv News

આ સમગ્ર મામલો અમદાવાદનો છે. જ્યાં જોન્સન કોબેન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં મારિયા રાજપુત નામની મહિલાની નિયુક્તી થઈ હતી. મારિયાની નિયુક્તી ટ્રેની એસોસિએટ તરીકે થઈ હતી. થોડા મહિનાઓ બાદ મારિયાએ કોઈ કારણ જણાવ્યા વગર નોકરી છોડી દીધી હતી. આ મામલાને લઈ કંપનીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે સુનાવણી કંપનીના પક્ષમાં સભળાવી હતી. કોર્ટે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા વસૂલવાની પરવાનગી આપી દીધી છે.

કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, મારિયા રાજપુતની નિયુક્તિ બાદ કામ પર નિયમિત આવતી ન હતી. કંપનીનું કહેવું છે કે, મારિયા જાણ કર્યા વગર કંપનીમાં હાજર રહેતી નથી. અનેક વખત આવી ઘટના બનતા કંપનીએ મારિયાને ફરાર હોવાની નોટિસ મોકલી હતી. તો મારિયાએ ઈ-મેલ દ્વારા પોતાનું રાજીનામું મોકલી દીધું હતુ. આ મામલા પર જવાબ દેતા મારિયાને જણાવ્યું કે, તેનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહિ કારણ કે, નિયમ અનુસાર નથી. કંપનીએ મારિયાને પોતાનું રાજીનામું પાછું લેવા માટે કહ્યું અને નોટિસ પીરિયડ પુરો થવા સુધી કામ પર આવવાનું કહ્યું હતુ.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કંપનીએ નોંધેલી ફરિયાદ બાદ મારિયા રાજપુત હાજર રહી નહિ. ત્યારબાદ કંપનીએ વકીલ દ્વારા તેને નોટિસ મોકલી અને નોટિસ વગર નોકરી છોડવા માટે 5 લાખ રુપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતુ. મારિયાએ આ નોટિસનો જવાબ આપ્યો નહિ ત્યારબાદ આ સમગ્ર મામલા પર કોર્ટે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા વસૂલવાની પરવાનગી આપી.

error: