Satya Tv News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં માવઠું પડશે. ગુજરાતમાં 17થી 24 ઓક્ટોબર દરમિયાન માવઠાની અસર જોવા મળશે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે. 18 ઓક્ટોબરથી 20 તારીખ સુધી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે. જો સાનુકૂળ સ્થિતિ રહી તો તે ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે. સાથે અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભને કારણે બરફ પડશે અને ઠંડી વધશે. આ સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

આજે બપોરપછી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો 29 અને 30 ઓક્ટોબરે પશ્ચિમી વિક્ષોભ આવશે. દિવાળીના તહેવારમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે. 1થી 9 નવેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડાની સ્થિતિ બનશે.

error: