આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું હળવું ઘટાડા સાથે જોવા મળ્યું. પછી તેમાં લગભગ 60 રૂપિયાની તેજી જોવા મળી અને તે 76,726 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. કાલે તે 76,664 પર બંધ થયું હતું. સિલ્વર આ દરમિયાન 490 રૂપિયા ઘટાડા સાથે જોવા મળ્યું અને 91,693 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 92,183 પર ક્લોઝ થયું હતું.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 160 રૂપિયા ઉછળીને 76713 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 76553 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જો કે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી આજે 944 રૂપિયા તૂટીને 90568 રૂપિયાના સ્તરે પહોંચી જે કાલે 91512 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.