Satya Tv News

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં અંદાજે 7 થી 8 શખ્શો દ્વારા 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનામાં ભોગ બનનાર સગીરાના પરિવારજનએ થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.થાનગઢમાં આવેલ પોલીસ સ્ટેશન નજીકમાં જ આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોમાં રોષ વધારે જોવા મળ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને સામૂહિક દુષ્કર્મ આચરનાર તમામ શખ્શોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

error: