Satya Tv News

ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત ‘એક પેડ મા કે નામ’ના ખાતમૂહર્ત કાર્યક્રમમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાંજ જંગલખાતાનો ઉધડો લઇ લીધો. ચૈતર વસાવાએ કહ્યું કે અમે કંઇ અહીંયા ફોટા પડાવવા નથી આવ્યા.. તમારુ જંગલખાતુ કેવા ધંધા કરે છે અમને ખબર છે. ગયા વર્ષે સાહેબ આવ્યા હતા બાજુમાં ઝાડવા રોપીને ગયા હતા કેટલા ઝાડવા તૈયાર થયા હમણા જઇએ જોવા.. ચૈતર વસાવાએ કહ્યું કે, ‘ડેડિયાપાડામાં તમે પ્રોગ્રામ કર્યો, 49 લાખનું તમે કૌશલ્ય કેન્દ્ર ખોલ્યું અને તેને ખુલ્લુ મુકવાના 6 કરોડ રૂપિયા તો તમે વાઉચર ઉતાર્યા છે. જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે, બધુ ખબર છે.

અહીં આપણે જેટલા પણ વૃક્ષો રોપીએ છીએ તેની જવાબદારી ફોરેસ્ટ વિભાગની છે. અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી. પણ અમારી લોકલ ગ્રામપંચાયતની સહમતી લો, બહારના લોકો આવે, અહીં કોર્પોરેટ જગતની નજર છે. અહીંની જમીન પર અમારા આદિવાસી પરિવારો ખેતી કરે છે તે 303 એકર જમીન હાઉસિંગ સોસાયટીને ફાળવી…, અમે એક ઇંચ પણ જમીન આપીશું નહીં. કેવડિયામાં રોજગાર અને પ્રવાસન આપીશું તેવું કહેલું, આજે અમારી માતા-બહેનો ત્યાં રડે છે, ત્યારે કોણ કેમ જોવા નથી આવતું.’

તમારુ જંગલખાતું તો 1927માં આવ્યું છે પરંતું અહીં અમારા બાપ-દાદાઓની જમીન છે.. પ્રોટોકોલ સાચવજો, મગજમાં કંઇ ધૂમાડો હોય તો કાઢી નાંખજો એક-એક ઝાડ અહીં ઉભું થવું જોઇએ. ટુરીઝમ વિકસ અને અમને રોજગારી મળે ત્યાં સુધી વાત બરાબર છે બાકી જમીન લેવાની જો વાત કરી છે તો અમે છીએ અને તમે છો.. આ તમને કહી દીધું

error: