Satya Tv News

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 22મી ઑક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 23 ઑક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.આ સિસ્ટમની અસરને કારણે દરિયાની સ્થિતિ ખરાબ રહેશે. આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે અને સાંજ સુધીમાં પવનની ઝડપ વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.

આ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓને ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યાં આજે 21 ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણના ભાગો સહિત અન્ય રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાને પગલે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

error: