Satya Tv News

આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વસ્તીને લઈને મોટી વાત કહી છે. એમકે સ્ટાલિને એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, હવે નવવિવાહિત યુગલો માટે 16 બાળકો પેદા કરવાનો સમય આવી ગયો છે.સીએમ સ્ટાલિને આ નિવેદન ચેન્નાઈમાં હિન્દુ ધાર્મિક અને એન્ડોમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. સીએમ એમકે સ્ટાલિને 31 યુગલોના સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કદાચ કપલો માટે 16 પ્રકારની વસ્તુના બદલે હવે 16 બાળકો પેદા કરવાનો સમય આવી ગયો છે.પહેલા વડીલો નવા પરિણીત યુગલોને 16 પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપતા હતા. કદાચ હવે 16 પ્રકારની સંપત્તિના બદલે 16 બાળકો પેદા કરવાનો સમય આવી ગયો છે. જ્યારે વડીલો કહેતા હતા કે, તમારે 16 બાળકો પ્રાપ્ત કરશો અને સમૃદ્ધ જીવન જીવશો. ત્યારે તેનો અર્થ 16 બાળકો નહીં પરંતુ 16 પ્રકારની મિલકતો હતી.

આ 16 વસ્તુઓ એટલે ગાય, ઘર, પત્ની, સંતાન, શિક્ષા, જિજ્ઞાસા, જ્ઞાન, શિસ્ત- અનુશાસન, જમીન, પાણી, આયુષ્ય, વાહન, સોનું, સંપત્તિ, પાક અને પ્રશંસા-કિર્તીના રૂપમાં કર્યો છે. પરંતુ હવે કોઈ તમને 16 પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરવાના આશીર્વાદ નથી આપી રહ્યા પરંતુ માત્ર પર્યાપ્ત સંતતિ હોવી અને સમૃદ્ધ જીવન જીવવાના આશીર્વાદ આપે છે.

error: