રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ રાજ્યના 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાયલામાં 2 ઇંચ વરસાદ તો મૂળી, દ્વારકા, રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે ગોંડલ, ઘોઘા, કેશોદમાં સવા ઈંચ ઇંચ વરસાદ તો રાણપુર, જેતપુર, ઓલપાડ, હળવદમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.આ તરફ કોટડા સાંગાણીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના અન્ય તાલુકાઓની વાત કરીએ તો વાગરા, વિજયનગર, માળીયા હાટીનામાં વરસાદ નોંધાયો તો કુંકાવાવ, હાંસોટ, અમીરગઢ, સુરતમાં પણ વરસાદ નોંધાયો છે.
24 ઓક્ટોબર સુધીમાં દાના વાવાઝોડું ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. આ તોફાન ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. જેને લઇ IMDએ લોકોને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરી તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના જણાવી છે.