Satya Tv News

વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ મનાય છે, ત્યાં આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે. કોંગ્રેસ-AAP સાથે મળીને વાવ વિધાનસભા પેટા ચૂંટણી લડશે તેવી આજે જાહેરાત કરાઈ છે. AAP વાવ વિધાનસભામાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન કરશે. તેથી હવે વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નહિ ખેલાય. પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે આજે AAP અને કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરી શકે છે.

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ ચર્ચા તેજ બની છે. ગઈકાલે વાવ માટે કોંગ્રેસના ત્રણ દાવેદારો શક્તિસિંહ અને નિરીક્ષકોને મળ્યા હતા. નિરીક્ષકોએ ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ ઉમેદવાર બનાવવા ભલામણ કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોર પણ ગુલાબસિંહના સમર્થનમાં હોવાની વાત છે. ત્યારે નામ જાહેર કરવાને બદલે છેલ્લા દિવસે સીધો મેન્ડેટ અપાય એવી શક્યતા દેખાઈ રહી છે. વાવ વિધાનસભામાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ઉતારે એવી શક્યતા ભરપૂર દેખાઈ રહી છે. સમીકરણો પણ પણ ગુલાબસિંહના ફેવરમાં છે. કારણ કે, ગુલાબસિંહ રાજપૂત અગાઉ થરાદ વિધાનસભા પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભૂરાજી ઠાકોરે અપક્ષમાં ઉમેદવારી કરી છે. ભુરાજી ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણાના વતની છે. તેઓ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા છે. ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિકેટ અને એમના ધર્મપત્ની પણ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં અસંખ્ય દાવેદારો વચ્ચે ભુરાજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થાય તે પહેલા ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

error: