Satya Tv News

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કરેલી આગાહી પ્રમાણે વાતાવરણ સૂકું રહેશે. આગાહી પ્રમાણે આગામી દિવસો દરમિયાન લોકોને ઉનાળા જેવી આકરી ગરમીનો લોકોએ સામનો કરવો પડી શકે છે. આગામી 3-4 દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તો દાના વાવાઝોડાની ગુજરાતમાં અસર અંગે હવામાન વિભાગ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. એટલે કે હવામાન વિભાગે વાવાઝોડાની અસર અંગે કોઈ ચેતવણી આપી નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, દાના વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ થશે.

અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર થઈ શકે છે. સાથે જ તેમણે આગાહી કરી છે કે 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સરહદના વિસ્તારોમાં પણ અંબાલાલ પટેલે હળવા વરસાદની આગાહી કરી છે. ત્યારે હજુ 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળી શકે એવી સંભાવના પણ વ્યક્ત કરી છે.

error: