Satya Tv News

વાગરા ના આંકોટ ખાતે આવેલ ITI ના ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા.૧૪૨ તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં જઇ ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોતાના કૌશલ્યનો વિકાસ કરશે.મહાનુભાવોએ તેમને ઇન્ડસ્ટ્રીઝનું જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
વાગરા તાલુકમાં ઉદ્યોગો સતત આવી રહ્યા છે.જેને પગલે ભવિષ્યમાં કુશળ કામદારો ની જરૂરિયાત ઉભી થવાની છે.જેને લઈ રાજ્ય સરકારે વાગરા ના આંકોટમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરી છે.જેમાં આસપાસના ગામડા નો યુવાનો પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે.ITI માં વિવિધ ટ્રેડ કાર્યરત છે.પોતાના ટ્રેડ માં પરીક્ષા પાસ કરી ઉત્તીર્ણ થનારા ૧૪૨ જેટલા તાલીમાર્થીઓનો કોન્વોકશન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય અતિથિ અને કલરટેક્સ કંપની ના સાઇટ હેડ ડૉ. મહેશ વશીએ તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું ભવિષ્ય બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ બોડાલ કંપની ના સાઇટ હેડ કુંજ પટેલે પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરવ્યુ આપતા પહેલા ડ્રેસ કોડ,બોડી લેન્ગવેજ તેમજ કઈ રીતે સવાલો ના જવાબ આપવા તેની વિસ્તૃત સમજ આપી હતી.ઉપસ્થિત તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર તેમજ મેડલ મહાનુભાવો ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.અને સૌને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ITI ના આચાર્ય રીતેષભાઈ તેમજ ઇન્સ્ટ્રક્ટરો હાજર રહ્યા હતા.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: