Satya Tv News

સુરતમાં મોટી સંખ્યામાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલો ધમધમી રહી છે. ત્યારે દિવાળીના તહેવાર અગાઉ જ મિલની બેદરકારીના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું.પાંડેસરા GIDCમાં ભોમિકા પ્રોસેસર્સ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની બેદરકારી સામે આવી હતી. પાંડેસરા GIDC પ્લોટ નંબર 397માં આવેલ ભોમિકા પ્રોસેસર્સમાં મિલમાં દુર્ઘટના સર્જાઈ હતી. મિલ માલિક અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે યુવકનું મોત નીપજ્યું હતું. સેન્ટર મશીનમાં ચેનનું કવર ન હોવાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું.

મૃતક સતેન્દ્રા યાદવ નામનો યુવક સેન્ટર મશિનમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેના પર કવર ન હોવાથી કામ કરતી વખતે સતેન્દ્રાનું ગળું આવી ગયું હતું. સતેન્દ્રા યાદવની ઉંમર 40 થી 45ના આશરે હોવાનું કહેવાય છે. તેને બે સંતાનોમાં એક છોકરો અને છોકરીછે. તે પાંડેસરા ભગવતી નગરનો રહેવાસી છે. ઘટના ની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સતેન્દ્રાના સાથી કર્મીઓએ ન્યાયની માગ સાથે વિરોધ કર્યો હતો.

error: