Satya Tv News

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના ચેરમેન એસ સોમનાથે હાલમાં જ એક પોડકાસ્ટમાં મોટું નિવેદન આપ્યું. આ પોડકાસ્ટમાં તેમણે એલિયન સભ્યતાઓની હાજરી પર ચર્ચા કરી. સોમનાથે કહ્યું કે બ્રહ્માંડમાં નિશ્ચિતપણ એલિયન્સ હાજર છે અને બની શકે કે તેમની સભ્યતાઓ ભાત ભાતની રીતે વિકાસ કરી ચૂકી હોય. તેમનું આ નિવેદન એલિયન જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આવ્યું છે. તેમણે કહ્યું કે એલિયન તેમને ખુબ રોમાંચિત કરે છે. પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાએ પોતાના પોડકાસ્ટ દરમિયાન જ્યારે સોમનાથને પૂછ્યું કે શું આપણા ગ્રહ પર એલિયન આવી ચૂક્યા છે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે આવું બિલકુલ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, બિલકુલ, મને તેમાં કોઈ શંકા નથી કે એલિયન આપણી ધરતી પર વિઝિટ કરી ચૂક્યા છે. પરંતુ મારી પાસે તેનો કોઈ પુરાવો નથી. એલિયન અસ્તિત્વમાં છે. જો તેઓ આપણા કરતા ટેક્નોલોજીમાં આગળ હશે તેઓ તમારા પોડકાસ્ટને સાંભળી રહ્યા હશે.

પોતાની વાતને આગળ વધારતા સોમનાથે કહ્યું કે, અત્યાધુનિક એડવાન્સ એલિયન સભ્યતાઓ કદાચ આપણને જોઈ રહી હોય કે આપણી આસપાસ ઉપસ્થિત પણ હોય, પરંતુ તેમના સ્તરની પ્રગતિ આપણા વર્તમાન વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષમતાથી અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે “1000 વર્ષ વધુ પ્રગતિ કરી ચૂકેલી એલિયન પ્રણાલીઓ હંમેશાથી અહીં રહી હશે.” આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઈસરો ચીફે એલિયન હોવાની વાત કરી છે. આ અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે એલિયન ધરતી પર વિઝિટ કરી ચૂક્યા છે. ઈસરો પ્રમુખનું આ નિવેદન તે સવાલોને વધુ ગાઢ બનાવે છે જે એ સમજવાનો પ્રયત્ન કરે છે કે શું વાસ્તવમાં આ વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલા છીએ, કે પછી કોઈ અન્ય પણ છે જે આપણા અસ્તિત્વને જોઈ રહ્યા છે, કદાચ આપણા કરતા વધુ સમજદાર અને વિક્સિત છે.

error: