Satya Tv News

દિવાળીના બીજા જ દિવસે દેશમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જોવા મળ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ચોથા મહિને વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ચારેય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સરેરાશ 156 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડરનો વધારો જોવા મળ્યો છે.માર્ચ 2024થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત વખતે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ બંને મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત અનુક્રમે 1,802 રૂપિયા અને 1,754.50 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 61 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ તેની કિંમત 1911.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 61.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને તે પછી તેની કિંમત 1964.50 રૂપિયા થઈ ગઈ છે.

error: