મુંબઇ પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં એક યુવતીની અટકાયત કરી છે.ફાતિમા ખાન નામની 24 વર્ષની યુવતીએ યોગી આદિત્યનાથને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. યુવતીએ યોગી આદિત્યનાથને ધમકી આપતા કહ્યું હતું કે 10 દિવસમાં રાજીનામું આપી દો નહીં તો બાબા સિદ્દીકી જેવી સ્થિતિ કરીશું. ફાતિમા થાણે પાસે ઉલ્લાસનગરની છે. ફાતિમા ITમાં બીએસસી કરી રહી છે. ફાતિમાના પિતાનો લાકડાનો વેપાર છે. પોલીસ અનુસાર ફાતિમા ભણેલી ગણેલી છે. જોકે, ફાતિમાએ યોગીને ધમકી કેમ આપી તેની જાણકારી મળી નથી.