Satya Tv News

કોર્ટે નક્કી કરી દીધું કે શું બંધારણની કલમ 39(B) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને પણ સામુદાયિક મિલકત ગણી શકાય છે અને જાહેર હિતમાં તેને વહેંચી શકાય છે. CJI ડીવાય ચંદ્રચુડ બહુમતીનો નિર્ણય વાંચી રહ્યા છે. ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે નીતિ નિદેશક સિદ્ધાંતો અનુસાર બનેલા કાયદાઓનું રક્ષણ કરતી બંધારણની કલમ 31 (C) યોગ્ય છે.CJI ચંદ્રચુડે કહ્યું, “હવે આપણે 39 (B) વિશે વાત કરીશું. 39(B) સામુદાયિક મિલકતના જાહેર હિતમાં વિતરણ વિશે વાત કરે છે. તમામ ખાનગી મિલકતને સામુદાયિક મિલકત તરીકે જોઈ શકાતી નથી. આ અંગે અગાઉ લીધેલા કેટલાક નિર્ણયો એક ચોક્કસ આર્થિક વિચારધારાથી પ્રભાવિત હતા.”

CJIએ કહ્યું કે આજના આર્થિક માળખામાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ છે. ચુકાદો આપતાં તેમણે કહ્યું કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં. મિલકતની સ્થિતિ, જાહેર હિતમાં તેની જરૂરિયાત અને તેની અછત જેવા પ્રશ્નો ખાનગી મિલકતને સામુદાયિક મિલકતનો દરજ્જો આપી શકે છે.

error: