Satya Tv News

મંગળવારે સવારે ફરીથી બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને લોરેન્સના નામે ધમકી મળી છે. મુંબઈ કંટ્રોલ રૂમમાં આવેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળિયારના શિકાર માટે માફી નહીં માંગે અથવા 5 કરોડ રૂપિયા નહીં આપે તો તેનો જીવ પણ જઈ શકે છે. સોમવારે મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો હતો. અડધી રાત્રે એક અધિકારીએ તે મેસેજ જોયો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી પડશે અથવા 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.

error: