01
રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા. જેની જાણ પરિવારના અન્ય લોકોને થતા બે લોકો નહેરમાં ડૂબી રહેલી સગીરા અને કિશોરને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું. સમગ્ર ઘટનામાં સગીરા અને તેને બચાવવા કેનાલામાં ઝંપલાવનાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
02
સુરતના માંગરોળના મહુવેજ ગામે જમાત માટે આવેલા બે યુવકો કાકરાપાર જમનાકાંઠાની નહેરમાં નહાવા પડ્યા હતા. નહેરમાં પાણી ઊંડું હોવાથી બંને યુવક ડૂબ્યા હતા. આ જોઈને સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કરતાં એક યુવકની બચાવી લેવાયો હતો, જ્યારે અન્ય એક યુવકનું પાણીમાં ડૂબવાથી મોત થયું હતું.
03
કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.
04
ધરમપુર તાલુકાના બોપી ગામે વહેતી નદીમાં નહાવા જતાં સગીર ભાઈ-બહેન નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેની જાણ રાહદારીને થતાં બાળકોને બચાવવાની કોશિશ કરી હતી. જેમાં આઠ વર્ષના ભાઈનું મોત નીપજ્યું, જ્યારે અગિયાર વર્ષની બહેનને બચાવી લેવાઈ હતી.
05
હળવદના ધોબામાં વાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા વહેલી સવારે બહાર જતી વખતે અચાનક કુવામાં પડી હોવાની ઘટના બની હતી. જેમાં કુવામાં પાણી ભરેલું હોવાથી સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
06
શહેરના ચોકી સોરઠ ગામે રહેતા 55 વર્ષીય રમેશભાઈ વીરાભાઈ વાઘેરા રાત્રિના સમયે ગામ પાસે આવેલી ઉબેણ નદીનાં પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન શેવાળનાં કારણે પગ લપસતા ઉબેણ નદીમાં પડી જતા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હતું.