સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને પણ ધમકીઓ મળવા લાગી છે. પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટી દ્વારા તેમને ધમકી આપવામાં આવી છે અને 15 દિવસમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે નહીં તો પસ્તાવાનો વારો આવશે. ભટ્ટીએ દુબઈથી બે વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયોમાં તે મિથુન ચક્રવર્તીને જેમતેમ બોલતો જોવા મળે છે. બીજા વીડિયોમાં તે મિથુન ચક્રવર્તીનું નિવેદન પ્લે કરે છે અને પાછળથી સંવાદો બોલે છે. 27 ઓક્ટોબરે કોલકાતામાં એક રેલી દરમિયાન મિથુને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ વાત કહી હતી. એક નેતાએ કહ્યું હતું કે અહીંની 70 ટકા વસ્તી મુસ્લિમ છે. હિંદુઓને કતલ કરીને ભાગીરથીમાં વહાવી દઇશું. હું કહું છું કે અમે તમને કાપીને નદીમાં નહીં પણ તમને તમારી જમીનમાં ચોક્કસ દફનાવીશું.
પાકિસ્તાની ડોને કહ્યું, આ વીડિયો મિથુન ચક્રવર્તીનો છે. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે તે મુસ્લિમોને કાપીને દફનાવી દેશે. મિથુન સાહેબ, મારી તમને સલાહ છે કે તમારે આ બકવાસ માટે 10 થી 15 દિવસમાં માફી માંગવી જોઈએ, નહીં તો તમારે પસ્તાવું પડશે. ભટ્ટીએ વધુમાં કહ્યું કે, તમારા ચાહકો પણ મુસ્લિમ છે. મુસલમાનો તમારો આદર કરે છે અને તમે તેમના હૃદયને ઠેસ પહોંચાડી છે. અમે પણ તમારી ફ્લોપ ફિલ્મો જોવા જતા. આજે તમે જે કંઈ પણ છો આ જ કારણે છો. તમે જે ઉંમરે છો, તેમાં તમારે બકવાસ ન કરવો જોઈએ, કે પાછળથી પસ્તાવાનો વારો આવે.