Satya Tv News

કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એંજિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. ત્યારે આ ઘટનામાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીઓના મોત થયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સારવારમાં મૃતકના આયુષ્માન કાર્ડ માંથી પૈસા પણ કપાઇ ગયા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ત્યારે હાલ અન્ય 5 દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય વિભાગના કમિશનર હર્ષદ પટેલ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલના લાયસન્સને રદ્દ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત PMJAYમાંથી પણ હોસ્પિટલના નામની બાદબાકી કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં 2 લોકોના મૃત્યુ બાદ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ઉપરાંત દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

error: