શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મામલે ફેન્સ ચોંકી ગયા હતા. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરીને રાયપુરના એક વ્યક્તિ ફૈઝાન ખાનની અટકાયત કરીને તપાસ શરૂ કરી. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. પોલીસે મંગળવારે સવારે કથિત રીતે ફૈઝાન ખાનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. મંગળવારે સવારે મુંબઈ પોલીસે ફૈઝાન ખાનની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ધમકી આપવાના કેસમાં ફૈઝાનની ધરપકડ કરવા માટે વહેલી સવારે મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને રાયપુર પહોંચી હતી. ફૈઝાનને મંગળવારે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
5 નવેમ્બરે બપોરે 1.21 વાગ્યે બાંદ્રા પોલીસને શાહરૂખ ખાનના નામે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, ‘શાહરુખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડવાળો છે… જો તે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ.’ જ્યારે પોલીસે ફોન કરનારને તેની ઓળખ વિશે પૂછ્યું તો તેનો જવાબ મળ્યો, ‘મારું નામ શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી… જો તમારે લખવું જ હોય તો મારું નામ હિન્દુસ્તાની લખો.