Satya Tv News

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. આગ પર કાબુ લઈ લેવામાં આવ્યો હતો પણ આસપાસના હજારો લોકોના જીવ આ દુર્ઘટનાએ અદ્ધર કરી દીધા છે.એમ પણ વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે તેવું અવાર નવાર કહેવામાં આવે છે.કારણકે વડોદરાની આસપાસ 1000 જેટલા નાના મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે. આ ઉપરાંત ગુજરાત રિફાઈનરી, જીએસએફસી, જીએસીએલ, આઈપીસીએલ( હવે રિલાયન્સ) જેવી મોટી કંપનીઓ તો ખરી જ. વડોદરા નજીકના નંદેસરી, પાદરા, રણોલી, પોઈચા-રાણીયા વિસ્તારમાં સેંકડો કેમિકલ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જેમાં સેંકડો પ્રકારના કેમિકલોનો અલગ અલગ પ્રકારની પ્રોડકટસ બનાવવા માટે ઉપયોગ થાય છે. કેમિકલ ઉદ્યોગોમાં ભૂતકાળમાં છાશવારે અકસ્માતો પણ થયા છે.સદનસીબે તેની વ્યાપક અસર વરતાઈ નથી પણ આ દુર્ઘટનાઓ વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે તેની યાદ અપાવતી રહે છે.

error: