Satya Tv News

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી. ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુંભ ઘાટ ઉપર બસના ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જેથી અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બસમાં સવાર 30થી વધુ યાત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા માંડવા ગામ પાસે કુંભ ઘાટ ખાતે બસ પલટી જવાની ઘટના બની હતી. જે અકસ્માતની જાણ સ્થાનિકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમ અને 108ની ટીમને કરી હતી. ઈજાગ્રસ્તોને 108ની ટીમની મદદથી કપરાડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ધરમપુર સ્ટેટ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.

error: