Skip to main content

Satya Tv News

સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં ત્રણ યુપીના કામકાજ માટે સુરત આવેલા યુવકોનું દુઃખદ મોત થયું.આ ત્રણેય મિત્રો – પ્રમોદ નિશાદ, વડકું નિષાદ અને દીનુ નિષાદ – બે-ત્રણ દિવસ પહેલા દિવાળી પૂર્ણ કરીને વતનથી સુરત નોકરી માટે આવ્યા હતા. તેઓઝરીના કારખાનામાં નોકરી માટે આવી રહ્યાં હતા. સોમવારે તેઓ રેલવે ટ્રેક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવ્યાં, જેના પરિણામે ત્રણેયના મૃતદેહ મળી આવ્યા.પ્રથમ, રેલવે પેટ્રોલિંગના દૌરાન બે મૃતદેહો મળી આવ્યા, અને ત્યારબાદ વધુ એક મૃતદેહ આજે સવારે જાડી જાખડા નજીકથી મળી આવ્યો.રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

error: