Satya Tv News

 ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આજે મોટો અકસ્માત સર્જાયો હતો. આજે સવારે પ્રયાગરાજ-કાનપુર હાઈ-વે પર નોઈડા જઈ રહેલી મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ રસ્તા કિનારે ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે અને 6 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને કાનપુર રેફર કરવામાં આવ્યા છે. 

પ્રયાગરાજ જિલ્લાના ધુમનગંજના વિશુનપુર કોલોનીમાં રહેતા નરેન્દ્રના પુત્ર મંજિતની જાન લઈને બસ ગાઝિયાબાદ જિલ્લાના સેક્ટર 25 નોઈડા જઈ રહી હતી. બુધવારે વહેલી સવારે બસ કાનપુર-પ્રયાગરાજ હાઈ-વે પર કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મૌહાર પાસે હાઈવે કિનારે ઊભેલી ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ હતી. બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. 

અકસ્માતમાં પ્રયાગરાજ જિલ્લાના મુંદેરાના રહેવાસી 40 વર્ષીય સરોજ સિંહ, શશિકાંતનો 8 વર્ષનો પુત્ર આદિત્ય ઉર્ફે ટીટુ, આમોદની 12 વર્ષની પુત્રી કુમકુમનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત બિહાર જિલ્લાના ગોદરી પોલીસ સ્ટેશનના જયશ્રી નિવાસી રોમન, વિજય કુમાર, સુજાતા કુમારી, બિહારના ઔરંગાબાદની કિરણ દેવી, પ્રયાગરાજના મુંડેરા નિવાસી પવન મિશ્રા, અનૂપ ગંભીર રીતે ઘાયલ થયા છે.

error: